આસામમાં સરકારના આ એક નિર્ણયે પલટી બાજી, લોકોએ PM મોદી માટે ઠેર ઠેર દીવડા પ્રગટાવ્યાં

નાગરિકતા કાયદા (Citizenship Amendment Act 2019)  પર પ્રદર્શન હજુ ચાલુ છે. આસામ (Assam) માં પણ ભારે પ્રદર્શન થયું હતું. ભડકેલા આક્રોશને કારણે પીએમ મોદી (PM Narendra Modi) અને જાપાનના પીએમ શિંજો  આબેનું આસામમાં જે શિખર સંમેલન યોજાયું હતું તેને પણ રદ  કરવું પડ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારના એક જ નિર્ણયે સમગ્ર આસામની તસવીર બદલી નાખી છે. કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા ગુરુવારે રસ્તાઓ અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યાં. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન (ABSU)એ કોકરાઝારમાં બાઈક રેલી પણ કાઢી. પીએમ મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. 
આસામમાં સરકારના આ એક નિર્ણયે પલટી બાજી, લોકોએ PM મોદી માટે ઠેર ઠેર દીવડા પ્રગટાવ્યાં

નવી દિલ્હી: નાગરિકતા કાયદા (Citizenship Amendment Act 2019)  પર પ્રદર્શન હજુ ચાલુ છે. આસામ (Assam) માં પણ ભારે પ્રદર્શન થયું હતું. ભડકેલા આક્રોશને કારણે પીએમ મોદી (PM Narendra Modi) અને જાપાનના પીએમ શિંજો  આબેનું આસામમાં જે શિખર સંમેલન યોજાયું હતું તેને પણ રદ  કરવું પડ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારના એક જ નિર્ણયે સમગ્ર આસામની તસવીર બદલી નાખી છે. કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા ગુરુવારે રસ્તાઓ અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યાં. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન (ABSU)એ કોકરાઝારમાં બાઈક રેલી પણ કાઢી. પીએમ મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. 

— Narendra Modi (@narendramodi) February 6, 2020

પીએમ મોદીએ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું કે હું આસામના પ્રવાસને લઈને ઉત્સુક છું. હું એક જનસભા સંબોધવા માટે કોકરાઝારમાં રહીશ. અમે બોડો સમજૂતિ પર સફળતાપૂર્વક હસ્તાક્ષર થયાનો જશ્ન મનાવીશું જેનાથી દાયકાઓની સમસ્યાનો અંત થશે. આ શાંતિ અને પ્રગતિના નવા યુગની શરૂઆતનું પ્રતિક રહેશે. બોડો સંધિ પર હસ્તાક્ષર 27 જાન્યુઆરીના રોજ સરકાર દ્વારા નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના ચાર જૂથ, ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન અને એક નાગરિક સમાજ સમૂહ સાથે કરવામાં આવ્યાં. તેનો ઉદ્દેશ્ય આસામના બોડો બહુમતીવાળા વિસ્તારોમાં દીર્ઘકાલીન શાંતિ લાવવાનો છે. 

વડાપ્રધાને હાલમાં જ એક ટ્વીટમાં હસ્તાક્ષરવાળા દિવસને ભારતનો એક ખાસ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બોડો લોકો માટે પરિવર્તનકારી પરિણામ લાવશે. સંધિ પર હસ્તાક્ષર થયાના બે દિવસમાં એનડીએફબીના વિભિન્ન જૂથોના 1615થી વધુ સભ્યોએ પોતાના  હથિયાર સોંપ્યા હતાં અને મુખ્યપ્રવાહમાં સામેલ થયા હતાં. 

જુઓ LIVE TV

મોદીએ 26 જાન્યુઆરીએ મન કી બાત કાર્યક્રમમાં અપીલ કરી હતી કે જે પણ હિંસાના માર્ગે છે તેઓ મુખ્યપ્રવાહમાં પાછા ફરે અને પોતાના હથિયાર  હેઠા મૂકે. મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે એક શિખર સંમેલન ગત વર્ષ ડિસેમ્બરમાં ગુવાહાટીમાં થવાની હતી પરંતુ સીએએના વિરોધ પ્રદર્શનને પગલે રદ કરવું પડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news